વડાલીના વેપારીનું નામ ખુલતા SMC દ્વારા તપાસ હાથ ધરાઈ
SMC ની ટીમે 9.11 લાખનો ઈ -સિગારેટ નો માલ અગાઉ પકડ્યો હતો
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે ગાંધીરોડની વલનદાનની હવેલીએ હરિઅંત ગીફ્ટ એન્ડ કિચન શોપમાંથી ન ઈ-સિગારેટનો 9.11 લાખનો ન મુદ્દામાલ ઝડપી ત્રણની ધરપકડ કરી પૂછપરછ કરતાં ગુજરાતના વિવિધ ખૂણે ડિલિવરી કરતાં હોવાનું બહાર આવતાં વડાલી ના જૂના શાક માર્કેટ પાસે જાણીતા પાન પાર્લરના વેપારીનું નામ સામે આવતાં વડાલી પોલીસે પાન પાર્લર પર તપાસ હાથ ધરી
હતી. જેમાં કોઈ મુદ્દામાલ જ મળ્યો ન હતો.
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ ગાંધી રોડ પર આવેલા વલનદાનની હવેલી હરિઅંત ગિફ્ટ એન્ડ કિચનની દુકાન અને ગોડાઉન પર સર્ચ કરતાં ઈ-સિગારેટનો જથ્થો મળી આવતાં ત્રણ લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાલુપુર પોલીસ સ્ટેશનમાં 14 સામે ફરિયાદ નોંધી હતી. જેમાં મનોજ જુમરાજીને વધુ પૂછપરછ કરતાં વડાલીના જૂના શાકભાજી
માર્કેટ પાસે પાન પાર્લરનું નામ સામે આવતાં વડાલી પોલીસે બે દિવસ અગાઉ તપાસ હાથ ધરી હતી. જેમાં વડાલી પોલીસને પાર્લરમાંથી કોઈ મુદામાલ મળી આવ્યો ન હતો.
સમગ્ર બાબતે વડાલી પી આઇ પી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે એસએમસી તપાસમાં નામ આવ્યુ હતું પણ વડાલી પોલીસે પાન પાર્લર પર રેડ કરતાં કોઈપણ જાતનો મુદ્દામાલ મળી આવ્યો ન હતો માટે રિપોર્ટ નિલ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


