>
Tuesday, September 1, 2026

હિંમતનગર સિવિલ ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ નો પ્રારંભ કરાયો

હિંમતનગર સિવિલ ખાતે સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ નો પ્રારંભ કરાયો..

 

જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે ‘સીએમ સેતુ’ યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ શરૂ

 

​જી.એમ.ઈ.આર.એસ. (GMERS) જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીઓને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ અને નિષ્ણાત સારવાર મળી રહે તે હેતુથી ‘સીએમ સેતુ’ (CM Setu) યોજના અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

​આ સેવાઓ અંતર્ગત મેડિસિન ઓપીડી (રૂમ નંબર – ૦૯) અને સર્જરી ઓપીડી (રૂમ નંબર – ૦૪) ખાતે વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નીચે મુજબના સમયપત્રક અનુસાર સેવા આપશે:

Nin

 

ઓપીડી સમયપત્રક અને વિગત:

 

નેફ્રોલોજિસ્ટ (ઓપીડી નંબર – ૦૯):

​સોમવાર થી શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦

​શનિવાર: સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦

 

કાર્ડિયોલોજિસ્ટ (ઈકો રૂમ):

​મંગળ, ગુરુ અને શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦

 

*ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ (મેડિસિન ઓપીડી નંબર – ૦૯):

​મંગળ અને શુક્રવાર: બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦

​શનિવાર: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦

 

ન્યુરો સર્જન (ઓપીડી નંબર – ૦૪):

​સોમવાર થી શનિવાર: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦

 

*યુરો સર્જન (સર્જરી ઓપીડી નંબર – ૦૪):

​મંગળ, બુધ અને શુક્રવાર: સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦

 

​જાહેર જનતા તથા દર્દીઓને આ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

 

બ્યુરો રિપોર્ટ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores