રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે BSNL ગ્રુપની વોલીબોલ ટુર્નામેન્ટ, ઉના BSNL ટીમ બની વિજેતા
ઉના ખાતે BSNL ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં BSNL-A સુત્રાપાડા, ધર્મેન્દ્ર, વેરાવળ, સુત્રાપાડા યશ, મહુવા, આખાડા, આલિદર-અમરેલી, આંબલા, BSNL-C વડોદરા ઝાલા, BSNL-B ભાવનગર, નવાબંદર-મહુવા, સુત્રાપાડા સાગર સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને લોકોમાં રમતગમત પ્રત્યેની ભાવના જાગૃત થાય તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં તમામ ટીમોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.ટુર્નામેન્ટની ફાઇનલમાં સુત્રાપાડા સાગર અને ઉના BSNL ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો, જેમાં ઉના BSNL ટીમે વિજય મેળવી ટુર્નામેન્ટની વિજેતા ટીમનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


