ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ
ખેડબ્રહ્મા નગરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિર ખાતે આગામી ચૈત્રી નવરાત્રી પૂર્વે તેની તૈયારીઓના ભાગરૂપે મંદિરમાં સાફ-સફાઈ કરીને મંદિર તેમજ પરિસરમાં કરી સુશોભિત કરાયું હતું આ ઉપરાંત મંદિર પરિસરને રંગબેરંગી રોશની થી સુશોભિત કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તારીખ 30 માર્ચને રવિવારના રોજ નવરાત્રીએ સવારે 8:15 કલાકથી બપોરે 12:30 કલાક સુધીના શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરાશે નવરાત્રી દરમિયાન આરતી મંડળ દ્વારા ૮ થી ૯ વાગ્યા સુધી ગરબાનું વિશેષ આયોજન કરાયું છે તારીખ 5 એપ્રિલના રોજ દુર્ગાષ્ટમી આઠમના હોવાને કારણે તે દિવસે સવારે 10:30 કલાકે હવન શરૂ થઈ સાંજે 4:30 કલાકે પૂર્ણાહુતિ થશે ચૈત્રી માસની પૂનમ 12 એપ્રિલની શનિવાર આવતી હોવાથી તે દિવસે સવારે 6:00 કલાકે મંગળા આરતી કરવામાં આવશે સવારે 5 50 થી રાત્રે 9 કલાક સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે તેવું મંદિરના મેનેજર દિલીપસિંહ કુંભાવતી જણાવ્યું હતું
તસવીર અહેવાલ . વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891