તલોદ ખાતે નગરપાલિકા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્રારા તલોદ નગરપાલિકા પ્રમુખશ્રી રમીલાબેન ચાવડાની અધ્યક્ષતામા સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમા નગરપાલિકા પ્રમુખશ્રી રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામકશ્રી પંકજભાઈ ગોસ્વામીએ રીબીન કાપીને તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદઘાટન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમા નગરપાલિકા પ્રમુખશ્રીનીએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્રારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઇ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉતીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે. લાઈબ્રેરીએ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે. લાઈબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે.
આ કાર્યક્રમમા ગ્રંથાલય નિયામકશ્રી પંકજપૂરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાઈબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે. આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમુલ્ય હોય છે.લાઈબ્રેરી એ એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રીત કરી પોતાનું અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે.આજના આ કોમ્પ્યુટર યુગમા યુવાનોમા વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમા વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલય મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાથે તલોદ સહિતના આજુબાજુ ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખશ્રી મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષશ્રી, મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી, નગરપાલિકાના કારોબારી સભ્યશ્રીઓ સહિત વિવિધ અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા વાચકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891