Sunday, April 6, 2025

લોકોને પ્રેરણાદાયી બને તેવી અનોખી શ્રધાંજલિ.. જમીન દાન માં અર્પણ કરતા જેતાબા પરિવાર સનેસડા* 

*અહેવાલ પ્રધાનજી ઠાકોર*

 

*લોકોને પ્રેરણાદાયી બને તેવી અનોખી શ્રધાંજલિ.. જમીન દાન માં અર્પણ કરતા જેતાબા પરિવાર સનેસડા*

 

ભાભર તાલુકાના સનેસડા ગામ ખાતે એક પરિવાર નો મોભી ગુમાવતાં પરીવારે દુખ અનુભવ્યું હતું. પરંતુ સ્વર્ગીય ના આત્માને શાંતિ મળે અને તેમની કાયમી યાદ બની રહે તેવા ઉમદા હેતુથી શ્રધાંજલિ રૂપી પોતાના જ ગામ માં સનેસડા માં શિક્ષણ માટે તેમના પરિવારે જમીન દાન માં આપી અનોખી અને પ્રેરણાદાયી શ્રદ્ધાંજલિ આપી લોકોને નવો રાહ ચીંધ્યો છે

ભાભર તાલુકાના સનેસડા ગામ માં એક શિક્ષિત ઘર ના મોભી કહી શકાય તેવા સ્વ અમીચંદજી ચુનાજી નું અવસાન થતાં તેમના જેતાબા પરિવારે દ્વારા તેમના સ્મરણમાં શ્રદ્ધાંજલિ રૂપી સમસ્ત સનેસડા ગ્રામ જનો અને ઠાકોર સમાજ ના બંધુ ઓ ની ઉપસ્થિત માં ઠાકોર સમાજ ના શિક્ષણ માટે જમીન દાન આપી એક નવો રાહ ચીંધ્યો હતો આના થકી ઠાકોર સમાજ માં એક નવી પ્રેરણા ઉભી થાય અને સમાજ માં શિક્ષણ થકી સર્વાંગી વિકાસ થાય ઠાકોર સમાજ નો શિક્ષણ થકી લોકો માં પણ નવી જાગૃત તા આવે એવું સનેસડા ગામ ના જાગૃત યુવાન કાંતિલાલ વાઘેલા અને ખેમાજી વાઘેલા એ શાબ્દિક જણાવ્યું હતું

તેમના આવા કાર્ય થકી ઘણા બાળકો ના ભવિષ્યમાં ઉજ્જવળ ક્રાંતિ થશે અને શિક્ષણ નો પ્રકાશ પ્રસરસે એ ઠાકોર સમાજ માટે આશા અને મોટી પ્રગતિ ની ભેટ સમાન કહી શકાય

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores