હિંમતનગર ની ગ્રોમોર કેમ્પસમાં દ્વિ દિવસીય તાલીમ નું આયોજન કરાયું
તારીખ-ર૮-૦૩-ર૦રપ તેમજ તારીખ- ર૯-૦૩-ર૦રપ ના રોજ દિન- 2
માં માનનીય શ્રી એસ.ડી.પટેલ સાહેબ- નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ગ્રોમોર કેમ્પસ,બેરણા ખાતે *”Biodiversity Conservation Training”* નુ આયોજન કરવવામાં આવ્યું. જેમાં નાયબ વનસંરક્ષકશ્રી હર્ષ ઠકકર સાહેબ સાબરકાંઠા વન વિભાગ, નિવૃત્ત નાયબ વન સંરક્ષકશ્રી બી.એન.પટેલ સાહેબ તેમજ ગીર ફાઉન્ડેશન વતી શ્રી રાહુલભાઈ પરમાર-જે.આર.એફ. ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તેમજ ગ્રોમોર કેમ્પસના ટ્રસ્ટીશ્રી રણજીતસિંહ.પી.ઝાલા તેમજ ડૉ. બી.ડી.સુથાર- ગ્રામોર કેમ્પસ ડાયરેકટર ઉપસ્થિત રહયા હતા અને જરૂરી માર્ગદશન આપ્યુ હતું અને બીજા દિવસે વિસ્તરણ રેંન્જ હિંમતનગર દ્વારા ર૦ર૪-રપ ના વર્ષમાં વાવેતર કરવવામાં આવેલ વનકવચ હિંમતપુર હેકટર-૧-૦૦ પ્લોટની વન વિભાગનો સ્ટાફ તેમજ ગ્રોમોર કેમ્પસના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરશ્રીઓએ મુલાકાત લીધી ત્યારબાદ બેરણા મુકામે જઈ નાયબ વન સંરક્ષકશ્રી એસ.ડી.પટેલ સાહેબશ્રી દ્વારા વનવિભાગની લગતી પ્રવ્રતિઓ અને કવીઝ સ્પર્ધા કરવામાં આવી. તેમાં મદદનીશ વન સંરક્ષક શ્રી બી. સી. ડાભી સાહેબ હાજર રહેલ સમ્રગ કાર્યક્રમનુ સંચાલન RFO શ્રી એચ.કે.પંડયા વિસ્તરણ રેંન્જ હિંમતનગર તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891