Saturday, April 5, 2025

ગીર ગઢડામાં ખનન વહન પર તંત્રની કડક કાર્યવાહી કોદીયા-જંગવડમાં ત્રણ ટ્રેક્ટર સાથે ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર ગઢડા તાલુકાનાં કોદીયા ગામે કોદીયા-જંગવડ ખાતેથી મછુન્દ્રી નદીપટ વિસ્તારમાંથી અનઅઘિકૃત રીતે સાદી માટીનું ખનન અને વહન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્રના કચેરી સ્ટાફ દ્વારા તપાસ કરતાં કુલ-૩ ટ્રેકટર સાદી માટી ભરેલા પકડાયા હતાં. જેનાં માલીકો (1) મઘુભાઈ સોમાતભાઈ ગુજરીયા, રહે. કોદીયા (2) કિશન મઘુભાઇ ગુજરીયા, રહે.કોદીયા તથા (૩) જાદવભાઈ સોમાતભાઈ ગુજરીયા, રહે.કોદીયા છે. આ ત્રણેય ટ્રેકટર/ટ્રોલી સાદી માટી ખનીજ સહિત સીઝ કરવામાં આવ્યાં છે તેમજ આ અંગે વધુ કાર્યવાહી માટે ભુસ્તર શાસ્ત્રીશ્રી, ખાણ ખનીજ વિભાગ, ગીર સોમનાથને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે. અનધિકૃત વહન બદલ સીઝ કરેલા ટ્રેકટર્સ તથા સાદી માટી ખનીજની અંદાજીત રૂ.15,00,000/- પંદર લાખ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores