રખિયાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુન્હામાં ૪ મહિનાથી નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી હિંમતનગર એ.ડીવીઝન પોલીસ.
(સંજય ગાંધી હિંમતનગર)
નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુચનાઓ કરેલ હતી જે સંદર્ભે શ્રી એ.કે પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ ના માર્ગદર્શન હેઠળ શ્રી પી.એમ ચૌધરી પો.ઈ એ.ડીવિઝન પો.સ્ટે હિંમતનગર તથા સર્વેલન્સ સ્કોડના માણસો ને અલગ અલગ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ છે જે આધારે સર્વેલન્સ સ્ક્વોડના માણસો આ દિશામાં સતત તપાસમાં હતા એ દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોડના અ.પો.કો જ્ઞાનદિપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો વિપુલસિંહ નવલસિંહ ને સંયુકત બાતમી મળી હતી કે રખિયાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના આરોપી ચિરાગપુરી હિંમતપુરી જાતે ગોસ્વામી રહે.ભાટવાસ હિંમતનગર તથા રખિયાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી સીકુ ઉર્ફે સીંકદર અબ્બાસભાઈ સિંધી રહે.બેરણા તા.હિંમતનગર ને ઝડપી બી.એન.એસ.એસ કલમ ૩૫(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે.