થરાદના ભૂરિયા ગામે 11મુખી હનુમાન ધામ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સતત 235મો સુંદરકાંડ પાઠ યોજાયો
થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ના ફલાહારી મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના ધામ ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના મણકામાં સતત 235મા શનિવારે પ.પૂ.ધ.ધૂ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે આઈશ્રી શેણલ માતાજી ના ઉપાસક દવે ગણપતલાલ બાબુલાલ માંગરોળ ધામ વાલા હાલ મોરીખા તથા ભકતજનો ઉપસ્થિત રહ્યા આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એક માત્ર 31 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા જનતા ના આકર્ષણ નુ કેન્દ્ર છે દાદા ના અગણિત પરચાઓ ભક્તજનોના મોંઢે સાંભળવા મળે છે શનિવાર ભરનાર ની મનોકામનાઓ પૂર્ણ થાય છે
તેવો લોકમત છે આ જગ્યાએ અખંડ જ્યોત પણ ચાલુ છે….. એક ભારત ન્યુઝ થરાદ પ્રદીપ ત્રિવેદી