>
Wednesday, May 14, 2025

સાબરકાંઠા એસ.ઓ.જી એ માદક પદાર્થ ગાંજા 3.797 કિ.ગ્રા. કિંમત રૂ.37,970/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડયો.

સાબરકાંઠા એસ.ઓ.જી એ માદક પદાર્થ ગાંજા 3.797 કિ.ગ્રા. કિંમત રૂ.37,970/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડયો.

 

(સંજય ગાંધી-સાબરકાંઠા)

વડાલી પોલીસ સ્ટેશન હદમાંથી એક આરોપીની માદક પદાર્થ ગાંજા 3.797 કિ.ગ્રા કિ.રૂ 37,970/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા એસ.ઓ.જી પો.ઈ ડી.સી સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ જે સુચના અન્વયે તા.૨૦/૦૪/૨૦૨૫ ના રોજ આ.પો.કો જયરાજસિંહ કેસરીસિંહ તથા આ.પો.કો નિંકુજકુમાર નરસિંહભાઈ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિકત અન્વયે વડાલી તાલુકાના રહેડા છાવણી ગામે કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતાં આરોપીને પકડી વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

કબ્જે લીધેલ મુદ્દામાલ

૧) માદક પદાર્થ ગાંજો વજન 3.793 કિ.ગ્રા કિંમત રૂ.37390/- તથા ૨) મોબાઈલ સંખ્યા ૧ કિંમત રૂ.500 મળી કુલ 37,890/- મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી – કુવરાભાઈ મેઘાભાઈ વણઝારા ઉ.વ.56 રહે.રામદેવપીરના મંદિર પાછળ,રહેડા છાવણી,તા.વડાલી જી.સા.કા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores