*એ.સી. બી. સફળ ટ્રેપ*
ફરિયાદી: એક જાગૃત નાગરિક
આરોપી: હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોર, તલાટી કમ મંત્રી, વર્ગ-૩, દુદાખા ગ્રામ પંચાયત, તા.સમી જી.પાટણ.
ટ્રેપ ની તા.૧૪/૦૪/૨૦૨૬
લાંચની માંગણીની રકમ: રૂ.૭૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૭૦,૦૦૦/-
લાંચની રિકવર રકમ:રૂ.૭૦,૦૦૦/-
ટ્રેપનું સ્થળ:
શંખેશ્વર, રાધે શોપિંગ આર્કેડ, તા.શંખેશ્વર જી.પાટણ.
*ટૂંક વિગત:*
આ કામના ફરિયાદીશ્રી કોન્ટ્રાકટનો ધંધો કરતા હોય અને પુરણ કરવા સારુ માટીની જરૂરિયાત હોય જેથી આ કામના આક્ષેપિતને મળતા આક્ષેપિતે જણાવેલ કે, માટીની પરવાનગી આપવા અને તળાવમાંથી માટી લઇ જવા સારુ પંચાયતમાં ઠરાવ કરવો જરૂરી છે જેની અવેજીમાં રૂ.૭૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદીશ્રી આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપંર્ક કરતા ફરીયાદીશ્રીની ફરિયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.
*ટ્રેપ કરનાર અધિકારી*
શ્રી ડી.આર.ગઢવી,
પોલીસ ઇન્સ્પેક્ટર,
પાટણ એ.સી.બી. પો.સ્ટે.
*સુપર વિઝન અધિકારી*
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
બોર્ડર એસીબી એકમ, ભુજ.
*ઈન્ચાર્જ અધિકારી*
શ્રી બલદેવસિંહ વાઘેલા,
નાયબ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ.







Total Users : 145600
Views Today : 