વડાલીની બી જી શાસ્ત્રી હાઈસ્કૂલનું ગૌરવ..
વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ અને સગર સમાજનું ગૌરવ..
તાજેતરમાં યોજાયેલ HSC ની પરીક્ષામાં પ્રિયા બાબુભાઈ સગર તેમણે ચાલુ વર્ષમાં 2025 માં 94.14 પીઆર અને 84.57 % પ્રાપ્ત કરીને હાઈસ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો હતો

પ્રિય સગર ખૂબ જ મહેનતી દીકરી છે તેણે ચાલુ વર્ષમાં 84.57 ટકા પ્રાપ્ત કરીને સમગ્ર હાઈસ્કૂલ તેમજ શિક્ષકોનું અને તેના પિતાનું ગૌરવ વધારેલ છે
પ્રિયા સગર ના પિતા બાબુભાઈ સગર કે જે ખેડબ્રહ્મા શહેરની અંદર છૂટક શાકભાજી નો વ્યવસાય કરે છે અને ખૂબ જ મહેનત કરે છે
પ્રિયા સગરે ખૂબ જ મહેનત કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સારા માર્કસ મેળવીને પ્રથમ નંબર પ્રાપ્ત કરીને હાઈ સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે
જેના માટે હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ અને સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા દીકરીને શુભેચ્છાઓ પાઠવીને અને શુભકામનાઓ આપવામાં આવી હતી.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 154849
Views Today : 