>
Friday, June 20, 2025

હિંમતનગર હડીયોલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં બ્લેક ટાઈગર ૧૧ ફાઈનલ માં વિજેતા.

હિંમતનગર હડીયોલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં બ્લેક ટાઈગર ૧૧ ફાઈનલ માં વિજેતા.

 

ગુજરાત ના સુપર સ્ટાર પ્લેયરો સામે સાબરકાંઠા લોકલ પ્લેયરો નો કમાલ

 

સંજય ગાંધી તા.૧૫

હિંમતનગર તાલુકાના હડીયોલ પ્રિમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૬ માર્ચ થી ૧૫ મે સુધી ૧૬૦ ટીમો એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ગત રોજ ટુર્નામેન્ટ ની ફાઈનલ નું આયોજન કરવામાં આવ્યું હતું.ફાઈનલ મેચ બ્લેક ટાઈગર અને MHK ૧૧ વચ્ચે યોજાઈ હતી ટાઈગર ૧૧ એ પહેલાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૧૪ ઓવર માં ૧૧૧ રન ૯ વિકેટ ગુમાવી હતી.બ્લેક ટાઈગર ના હિરુલ પટેલે ૫૬ (૨૯),ધવલ ૧૭ (૧૪),અનસ ૧૬ (૧૩) આ ત્રણ બેટ્સમેને ટીમ ના સ્કોર ને મજબુત બનાવવા માં મહત્વ નો ભાગ રહ્યો હતો.બીજી ઈનીંગ ની શરૂઆત થઈ ત્યારે સમગ્ર ગ્રાઉન્ડ માં એક જ વાત ચાલતી હતી કે MHK ૧૧ આસાની થી આ ફાઈનલ મેચ જીતી જશે કારણ માત્ર એટલું હતું કે MHK ૧૧ માં ગુજરાત ના સ્ટાર પ્લેયરો હતા ત્યારે સામે બ્લેક ટાઈગર ૧૧ માં સાબરકાંઠા ના લોકલ પરંતુ કહેવાય છે ને કે મન મક્કમ હોય તો દુનિયા ને પણ જીતી લેવાય.બીજી ઈનીગ ની શરૂઆત થઈ બ્લેક ટાઈગર ના બોલરો એ આક્રમક શરુઆત કરી MHK ૧૧ ની વિકેટ એક પછી એક પડતી રહી છેલ્લી ઓવર માં ૬ રન જીતવા માટે જોઈતા હતાં છેલ્લી ઓવર અનસ શેખ પહેલા બોલે સરફરાઝ એ સીંગલ આપી સ્ટ્રાઈક જયવીર પનકુટા ને આપી અનસ ના બોલ ને લોન્ગ ઓફ પર છક્કો મારવાની કોશિશ કરી પરંતુ એ છક્કો કેચ માં ફેરવાયો અને નાના સ્કોર સામે મોટી મેચ બ્લેક ટાઈગર ૧૧ જીતી ગયું.ફાઈનલ મેચ ના મેન ઓફ ધ મેચ હિરુલ પટેલ,બેસ્ટ ફિલ્ડર અનશ શેખ અને બેસ્ટ કીપર તરીકે હાર્દિક પટેલ (સોનું) રહ્યા હતા.MHK ૧૧ ના સ્ટાર પ્લેયરો સાબરકાંઠા લોકલ પ્લેયર સામે ફીકા પડ્યા હતા MHK ૧૧ ઉત્તર ગુજરાતમાં લગભગ બધી ટુર્નામેન્ટ માં ફાઈનલ મેચ જીતે છે પરંતુ બ્લેક ટાઈગર ના જુનુન અને જુસ્સા સામે MHK ૧૧ ની મોટી હાર થઈ.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores