દમણ ખાતેથી આઈ-૧૦ કારમાં ચોરી છુપીથી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
સંજય ગાંધી તા.૧૫
વલસાડ જીલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારુ મે.સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) નાઓની સુચના અને પો.ઈન્સ શ્રી ઉત્સવ બારોટ સાહેબ એલ.સી.બી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી વલસાડના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો કનકસિંહ દોલુભા દયાતર નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોજે.વાપી યુ.પી એલ ઓવરબ્રીજ ઉતરતા છેડે, અમદાવાદ થી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર-૪૮ના સર્વીસ રોડ ઉપર તા.વાપી જી.વલસાડ ખાતેથી એક ગ્રે કલરની હુન્ડાઈ કંપનીની આઈ-૧૦ કાર રજી.નં-GJ-05-JF-3211 કિ.રૂા ૫,૦૦,૦૦૦/મા ડીક્કીના ભાગે તથા પાછળની શીટની નીચે પગ રાખવાની જગ્યાએથી મળી આવેલ ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરના બોક્ષ નંગ-૯ બાટલી/ટીન નંગ-૨૪૦ (૧૦૪.૬૪૦ લીટર) કિ.રૂ.૬૧,૪૪૦/-તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂાપ૦૦૦/-મળી કુલ્લે કિ.રૂા ૫.૬૬.૪૪૦/-ના મુદ્દામાલ સાથે કાર ચાલક આરોપી જુગનુ ઉર્ફે જીગુ ગુલાબભાઈ હળપતી ઉ.વ.૨૮ રહે. મોટી દમણ મગરવાડા ભરવાડ ફળીયુ તાબે.દમણને પકડી પાડી પ્રોહી મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. અને વોન્ટેડ આરોપી તથા પ્રોહી જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.પો.કો કનકસિંહ દોલુભા દયાતર નાઓએ વાપી જી.આઈ.ડી.સી પો.સ્ટે ખાતે શ્રી.સ.ત. ફરીયાદ આપતા વાપી જી.આઈ.ડી.સી પો.સ્ટે ખાતે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી તથા કબજે કરેલ મુદામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જી.આઈ.ડી.સી પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.