>
Tuesday, January 20, 2026

ઉના એસ.બી.આઇ.ના કર્મચારીની દાદાગીરી મોટા ડેશર ગામના સરપંચ પ્રતિનિધિ અને પંચાયત સદસ્યને રાત્રીના નવ કલાકે મોબાઇલ ફોન પર પજવણી. ઉના પી.આઇ તથા મેનેજર ને કરી રાવ 

ઉના એસ.બી.આઇ.ના કર્મચારીની દાદાગીરી મોટા ડેશર ગામના સરપંચ પ્રતિનિધિ અને પંચાયત સદસ્યને રાત્રીના નવ કલાકે મોબાઇલ ફોન પર પજવણી. ઉના પી.આઇ તથા મેનેજર ને કરી રાવ

ઉના તાલુકાના મોટા ડેસર ગામ ના સરપંચ પ્રતિનિધિ અને પંચાયત સદસ્ય શ્રી ભરતભાઇ શિંગડ જેઓ ઉના એસ.બી.આઇ. બેન્ક મેઈન શાખાના વર્ષો જુના રેગ્યુલર ગ્રાહક છે અને બેન્ક સાથે સી.સી.તથા કાર લોન પણ ધરાવે છે જે રેગ્યુલર છે તેમ છતાં ઉના એસ.બી.આઇ.ના કર્મચારી જીગ્નેશ જોગડીયા દ્રારા રાત્રીના સમયે કોલ કરી સી.સી.બાબતે વાત કરે છે થયેલ વાત મુજબના ડોક્યુમેન્ટ અને મુદત વધારવા માટેની જરૂરી પ્રક્રિયા તારીખ ૨૨ ના રોજ કરવામાં આવશે એવો જવાબ આપવા છતાં આ બેન્ક કર્મચારી જીગ્નેશ જોગડીયા દ્રારા મોબાઈલ ફોન વાણી વિલાસ કરી સરપંચ પ્રતિનિધિ અને પંચાયત સદસ્ય ભરતભાઇ શિંગડને માનસિક ત્રાસ આપતો હોવાની રજૂઆત કરવામા આવી છે

ભરતભાઇ શિંગડ એ પોતાની રજૂઆત મા એવું જણાવ્યું છે કે પોતે ગુનેગાર હોય અને ડિફોલ્ડર હોય એવું અણ છાજતું વર્તન કરેલું હવે સવાલ એ થાય છે કે મોટા ડેસર ગામના સરપંચ પ્રતિનિધિ અને પંચાયત સદસ્ય સાથે આ બેન્ક કર્મચારી જીગ્નેશ જોગડીયા દ્રારા રાત્રીના સમયે આવુ અણછાજતું વર્તન કરવામાં આવતુ હોય તો અન્ય ગ્રાહકો સાથે કેવુ વર્તન થતું હશે? આમ તો બેન્ક ના કર્મચારી ઓ નક્કી કરેલા સમય અવધિ જેમકે બેન્ક સમય સવારે 10 વાગ્યે થી સાંજે 5 સુધી નો હોય છે એ સમય મા બેન્ક ના ગ્રાહકો ને સરખો જવાબ પણ આપતા નથી પરંતુ ઉના વિસ્તાર ના એક પ્રતિષ્ઠિત અને રાજકીય અગ્રણી સાથે રાત્રે ના સમયે મોબાઈલ ફોન પર તોછડાઇ ભર્યું વર્તન કરવું કેટલું યોગ્ય છે એવું મનાઇ રહ્યું છે કે આ બેન્ક કર્મચારી કોઇનાં રાજકીય ઇશારે આવા પ્રમાણિક અને પ્રતિષ્ઠિત આગેવાન હેરાન પરેશાન કરવા અને બદનામ કરવા ના ઇરાદાથી આવુ વર્તન કરવામાં આવ્યું છે એ પણ એક તપાસ નો વિષય છે

આમ સમગ્ર ઘટના સંદર્ભે ભરતભાઇ શિંગડ એ ઉના મુખ્ય શાખા મેનેજર તથા ઉના પોલીસ ને રજુઆત કરી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે સાથે સાથે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે અહેવાલ = રમેશભાઈ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores