>
Saturday, May 24, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના ખાણ ગામે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે અંતિમ દિવસે મહા ઉત્સવ સાથે મુર્તિ નગર ચરિયા યાત્રા કાઢવામાં આવી હતી

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના ખાણ ગામે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે અંતિમ દિવસે મહા ઉત્સવ સાથે મુર્તિ નગર ચરિયા યાત્રા કાઢવામાં આવી હતી સાથે સાથે મંદિર મા સ્થાપિત દેવ નગર યાત્રા કરી હતી તેમજ આ નિમિત્તે મહા પ્રસાદ ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં અંદાજીત 3200 જેટલા ભાવિકો એ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલુ હતુ સાથે સાથે આજે અંતિમ દિવસ આ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા 60 યજમાનો એ 30 યજ્ઞ કુંડ મા વિશ્ર્વ કલ્યાણ માટે તથા સર્વે પિતૃ મોક્ષે તથા રાષ્ટ્ર હિતે આહુતિ સાથે બીડાં હોમ કરવા મા આવેલ

આમ 20 બ્રાહ્મણ શ્રી ઓ દ્રારા આપણા શાસ્ત્રો મુજબ સર્વ યજ્ઞ દરમિયાન શ્ર્લોક ના ગાન પઠન કરવામાં આવેલ તથા આ પ્રસંગે સંતવાણી ડાયરો પણ યોજાયો હતો

સમસ્ત ખાણ ગામ ના તમામ સમાજના યુવાનો દ્રારા સુંદર સેવા સાથે વ્યવસ્થા જાળવી હતી આ શુભ પ્રસંગે નામી અનામી પ્રતિષ્ઠિત આગેવાન શ્રી ઓ એ હાજરી આપી હતી સાથે સાથે આજના પ્રવર્તમાન યુગમાં બ્રામણો દ્રારા સનાતન ધર્મ જાગૃતી સાથે સંસ્કૃતિ ની અનેરી સમજ આપી હતી

 ખાણ ગામ ના આ મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામ ની જેટલી પણ દિકરી ઓ સાસરે બહાર ગામ હતી તે તમામ દિકરી ઓ ને ખાસ આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરી હતી આમ આ મહોત્સવ એક યાદગાર પ્રસંગ બન્યો હતો. બ્યુરો રિપોર્ટ …… રમેશભાઇ વંશ. ઉના
- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores