ઈડરની શ્રી કે. એમ. પટેલ વિદ્યામંદિર આચાર્યશ્રીનો વય નિવૃત્તિ શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો.
આ પ્રસંગે મંડળના પ્રમુખ શેઠશ્રી ગિરધરલાલ પટેલ,ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના પ્રમુખ અને કેળવણી મંડળના કારોબારી સભ્યશ્રી કનુભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ અને સાબરકાંઠાનું ગૌરવ એવા કારોબારી સભ્ય ભાનુપ્રસાદ પટેલ, મંત્રીશ્રી અનિલભાઈ પટેલ, એજ્યુકેશન કાઉન્સિલના મંત્રી પ્રકાશભાઈ પટેલ, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ તથા સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના મંત્રીશ્રી ભરતભાઈ પટેલ અને ઇડર તાલુકાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા.બધાજ મિત્રોએ કિરણભાઈ પટેલને વય નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી . જ્યોતિ હાઇસ્કુલ,ખેડબ્રહ્મા ના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી પોતાના મિત્ર એવા કિરણભાઈ પટેલને ભાવવાહી શુભેચ્છાઓની સાથે સાથે પોતાના મિત્રતાના જુના સંસ્મરણો તાજા કર્યા હતા.આચાર્યશ્રી કિરણભાઈએ આ સંસ્થાને આજ દિન સુધી જે જહેમત ઉઠાવી આટલી ઊંચાઈ પર પહોંચાડ્યું તેમાં કેળવણી મંડળનો જે સાથ અને સહકાર મળ્યો તે બદલ મંડળ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. અને કેળવણી મંડળે આજેજ સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે શાળાના સુપરવાઇઝર શ્રી પી.કે.પટેલની નિમણૂક કરી છે અને નવા સુપરવાઇઝર તરીકે શ્રી એ.જી.મોમીનની નિમણૂક કરી છે. મંડળએ પણ આચાર્યશ્રી કિરણભાઈ પટેલને શ્રી કે. એમ.પટેલ વિદ્યામંદિર ઇડરના કેમ્પસ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. જે સમગ્ર શૈક્ષણિક આલમનું ગૌરવ છે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન લાલોડા હાઇસ્કુલ ના આચાર્ય શ્રી શશીકાંત પટેલે કર્યું હતું
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891