>
Saturday, June 14, 2025

મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મોટર સાયકલ રિકવર કરતી ખેરોજ પોલીસ

મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મોટર સાયકલ રિકવર કરતી ખેરોજ પોલીસ

 

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ મોટર સાઇકલ ચોરીના ગુન્હાઓ અટકાવવા સારુ સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એન.આર.ઉમટ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા

 

જે દરમ્યાન આજરોજ અમો તથા સાથેના પોલીસ સ્ટાફ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે કોટડા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાનમાં સાથેના અ.પો.કો.વિરેન્દ્રભાઈ અમૃતભાઈ બ.ન.૫૪૨ નાઓને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે,”અનિલભાઈ રૂપાભાઈ ગમાર રહે.વચલોફળો કોટડા તા.પોશીના જી.સાબરકાંઠાવાળો એક ચોરીનું હોન્ડા કંપનીનું સાઈન મોટર સાયકલ લઈ કોટડા છાવણીથી કોટડા ગઢી જોટાસણ તરફ આવી રહેલ છે” જે બાતમી આધારે અમોએ કોટડા ગઢી ચેકપોસ્ટ આગળ રોડ ઉપર બાતમી બાબતે વોચ રાખી વાહનો ચેક કરતા હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની મો.સા.લઈને એક ઇસમ આવતા સદરી મો.સા.ને રોકી લઈ મો.સા ચાલક ઇસમનું પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનું નામ અનિલભાઈ રૂપાભાઈ ગમાર ઉ.વ.૧૯ રહે. વચલોફળો કોટડા તા.પોશીના જી.સાબરકાંઠા વાળો હોવાનું જણાવતો હોઈ સદરી ઇસમની અંગઝડતી કરતાં તેની પાસેથી કોઈ ગુન્હાહીત ચીજવસ્તુ મળી આવેલ નહી જેથી સદરી પાસેનું મો.સા.જોતાં કાળા કલરનું લાલ તથા સિલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું સાઈન મો.સા.છે.જે મો.સા.નો આગળનો રજી નંબર જોતાં RJ.24.SK.9050 નો લખેલ જણાય છે.તેમજ પાછળની નંબર પ્લેટ જણાતી નથી.

 

તેમજ સદરી મો.સા.નો ચે.નં. જોતાં ME4JC657JH7025630 નો જણાય છે. તથા એ.નં.જોતાં JC65E71278686 નો જણાય છે.જેથી સદરી મો.સા.ચાલક ઇસમ પાસેથી સદર મો.સા.ના આર.ટી.ઓ.

 

પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનું જણાવતા સદર મો.સા.કોની માલીકીની છે? અને

 

કયાંથી લાવેલ છે?અને કયાં લઈ જનાર હતો તે બાબતે પુછતાં ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોઈ સદરી મો.સા.તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોઈ ઓનલાઈન ચેક કરતા સદરહું મો.સા.ચોરી થયા અંગે જશવંતપુરા પોલીસ સ્ટેશન જી.ઝાલોર રાજસ્થાન પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૨૩ તા.૧૯/૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય સદર ગુન્હાના કામે ડીટેઈન કરી મજકુર આરોપી અનિલભાઈ રૂપાભાઈ ગમાર ઉ.વ.૧૯ રહે.વચલોફળો કોટડા તા.પોશીના જી.સાબરકાંઠાવાળાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ. ૩૫(૧),(ઈ) મુજબ ડીટેન કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ કલમ-૧૦૬ મુજબ મુદ્દામાલ મો.સા. કબજે કરી રાજસ્થાન રાજ્યના જશવંતપુરા પોલીસ સ્ટેશન જી.ઝાલોરના ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મો.સાની રિકવરી કરવામા ખેરોજ પોલીસ ને સફળતા મળેલ છે.

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) શ્રી એન.આર.ઉમટ પોલીસ ઇન્સપેકટર ખેરોજ પોલીસ સ્ટેશન

(૨) આ.હેડ.કોન્સ શૈલેષભાઈ મોતીભાઈ બ.નં.૨૭૫

(૩) અ.પો.કોન્સ વિરેન્દ્રકુમાર અમૃતભાઈ બ.નં.૫૪૨

(૪) અ.પો.કોન્સ રાજુભાઈ લુમ્બાભાઈ બ.ન-૮૨૪

(૫) અ.પો.કોન્સ વિનયકુમાર લાલજીભાઈ બ.નં. ૧૦૧૩

(૬) અ.પો.કોન્સ દિલીપભાઈ ખીમાભાઈ બ.નં.૭૪૬ અહેવાલ = કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores