હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલ નો એડમિનિસ્ટ્રેશન પર બળાત્કારનો આરોપ..
નર્સિંગ કરતી વિદ્યાર્થીનીને લગ્ન અને નોકરીની લાલચ આપીને દુષ્કર્મમાં આચર્યું. પોલીસે આરોપીની અટકાયત કરી
હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં ધવલ નરેશભાઈ સોલંકી એડમિનિસ્ટ્રેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વડાલી પંથકની બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાની જાળમાં ફસાવી, લગ્ન અને નોકરીની લાલચ આપી હિંમતનગર અને અમદાવાદની હોટલોમાં વારંવાર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. આ નરાધમે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફફડી ઉઠેલી યુવતીએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ભોગ બનનાર 24 વર્ષીય યુવતી મેડિસ્ટાર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી હતી. ત્યારે ધવલ ધવલ સોલંકી તેના સંપર્કમાં આવ્યો હતો. ધવલે યુવતીને ઉચ્ચ સાથે લગ્ન કરવાની લાલચ આપી નોકરી અપાવવાની અને તેની વિશ્વાસમાં લીધી હતી. પોતાની કામવાસના સંતોષવા આ નરાધમે પોતે પરિણીત હોવાની અને સંતાનો હોવાની વાત પણ છૂપાવી રાખી હતી.

ફરિયાદ મુજબ, ગત 20 માર્ચના રોજ આરોપી યુવતીને હિંમતનગરની હેવન—7 હોટલમાં લઈ ગયો હતો. જ્યાં પોતાની મિલકતોનો દેખાડો કરી અને લગ્નનું વચન આપી યુવતીની મરજી વિરુદ્ધ પ્રથમવાર બળાત્કાર માર્ચના રોજ ફરીથી ગાડીમાં ગુજાર્યો હતો. ત્યારબાદ 31 બેસાડી, યુવતીનો મોબાઈલ છીનવી સ્વીચ ઓફ કરી તેને અમદાવાદની હેલ્થ વન હોટલ અને અન્ય સ્થળોએ ગોંધી રાખી સતત અત્યાચાર ગુજાર્યો હતો.
પોતાનું પાપ છૂપાવવા આરોપીએ પીડિતાને એવી ધમકી આપી હતી કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ કે મારું નામ આપીશ તો તને અને તારા પરિવારને પતાવી દઈશ. ભયના માર્યા યુવતીએ શરૂઆતમાં મૌન સેવ્યું હતું. પરંતુ હિંમત એકઠી કરી પરિવારને જાણ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવતીની ફરિયાદના આધારે વડાલી પોલીસે ધવલ નરેશભાઈ સોલંકી (રહે. બળેલી મિલ, હિંમતનગર) વિરુદ્ધ બળાત્કાર, ધમકી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હોટલમાં ભાગ છે. બધી સંપતિ મારી છે કહી લાલચ આપી તા. 20 માર્ચ 2026ના રોજ યુવતી મેડિસ્ટાર ઇન્ટર્નશીપ માટે જતી હતી ત્યારે હોસ્પિટલના દરવાજા આગળથી ધવલ યુવતીને ગાડીમાં બેસાડી હિંમતનગર મોતીપુરા પાસે હેવન-7 હોટલમાં લઇ આ હોટલમાં મારો ભાગ છે અને હું આ હોટલના રૂમ બતાવું કહી રૂમમાં લઈ જઈ કહેલ કે મારે ઘણી બધી સંપતિ છે હું તારી સાથે લગ્ન કરીશ અને સારું રાખીશ ની લાલચ યુવતીને આપી હતી.
ધવલ સોલંકી યુવતીને અમદાવાદ લીવ ઇનમાં રહેતા કપલ પાસે મૂકી જતો રહેતો
ધવલ સોલંકી યુવતીને ગાડીમાં બેસાડી અમદાવાદ લીવ ઈન રિલેશનમાં રહેતા કપલ પાસે મૂકી જતો રહેતો અને ત્યારબાદ લીવ ઈનમાં રહેતા કપલના ફોન પર ફોન કરી વાત કરેલ કે તારા માતા-પિતા તને શોધતા હશે અને તેઓને મારા પર શક હશે જેથી તેઓ મારી વિરુદ્ધમાં ફરિયાદ કરશે જેથી તારે પોલીસ સ્ટેશન જવું પડશે અને યુવતીને કહેલ કે જો તું માર વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને તથા તારા પરિવારને પતાવી દઈશ. ભયના લીધે પહેલા યુવતીએ મૌન સેવ્યું હતું પરંતુ હિંમત ભેગી કરી પરિવારને જાણ કરાતા પોલીસની જાણ કરાઈ હતી
યુવતી ની ફરિયાદના આધારે પોલીસે ધવલ નરેશભાઈ સોલંકી વિરુદ્ધ બળાત્કાર ધમકી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો
ધવલ સોલંકીની અટકાયત કરાઈ
આ મામલે વડાલી પીઆઈ ડી.આર. પઢેરિયાએ સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે પોલીસે સઘન કાર્યવાહી કરીને આરોપી ધવલ સોલંકીની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ સાથે આગળની તપાસ તેજ કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… એક ભારત ન્યુઝ સાબરકાંઠા







Total Users : 145600
Views Today : 