ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ/બિયર ભરેલી હોન્ડા સીટી ગાડી પકડી કુલ્લે કિ.રૂ. ૪, ૫૦,૭૫૨/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઇ/ચા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓ દ્વારા આગામી ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ ધ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણી-૨૦૨૫ અનુસંધાને જીલ્લામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરી નાખવા આપેલ સુચના આધારે ઈ/ચા પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.ઇન્સ.શ્રી ડી.સી.પરમાર, એલ.સી.બી. તથા એ.એસ.આઈ દેવુસિંહ તથા હે.કોન્સ. વિનોદભાઈ, કલ્પેશકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર, હિમાંશુ તથા ડ્રા.પો.કો. જતીનકુમાર વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમ ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ રાજેન્દ્રનગર થી ગાંભોઇ-હિંમતનગર હાઇવે રોડ ઉપર સરકારી/ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન રાયગઢ રેલ્વે બ્રીજ નજીક આવતાં હે.કોન્સ. વિનોદભાઈ તથા પો.કો. પ્રહર્ષકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, “એક ગોલ્ડન કલરની હોન્ડા કંપનીની સીટી ગાડી નંબર GJ01KJ5925 માં એક ઇસમ વિદેશીદારૂનો જથ્થો ભરી શામળાજી રોડ તરફથી આવે છે અને હિંમતનગર હાઇવે તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે મોજે રાયગઢ રેલ્વે બ્રીજ ઉતરતાં ગાંભોઇ તરફ જતાં રોડ ઉપર સદર ઉપરોક્ત બાતમી મુજબની ગાડીની વોચમાં હતાં તે દરમ્યાન રાજેન્દ્રનગર બાજુથી ઉપરોક્ત બાતમી મુજબની ગાડી આવતાં તેને ચેકવા પ્રયત્ન કરતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને નાકાબંધી તોડી ચાલકે ગાડી હાઇવે રોડથી સર્વિસ રોડ તરફ ભગાડેલ સદર હોન્ડા સીટી ગાડીનો પીછો કરતાં ગાડીના ચાલકે રોડની બાજુમાં સદર હોન્ડા સીટી ગાડી મુકી ભાગી ગયેલ સદર પકડાયેલ હોન્ડા સીટી ગાડી જોતાં પાછળની સીટ વચ્ચે તથા ડેકીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ/બિયરની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે બોટલ/ટીન નંગ – ૭૯૨ કુલ કિ.રૂ.૨,૫૦, ૭૫૨ /- નો પ્રોહિ મુદ્દામાલ મળી આવેલ તથા હોન્ડા સીટી ગાડી નંબર GJ01KJ5925 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪, ૫૦, ૭૫૨/- નો મળી આવતાં જે બાબતે વિરૂધ્ધ ગાંભોઇ પો.સ્ટે. સી. પાર્ટ નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૩૩૪/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ગાંભોઇ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલ :-
ભારતીય બનાવટનો ઈગ્લીશ દારુ/બિયરની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે બોટલ/ટીન નંગ – ૭૯૨ કુલ કિ.રૂ. ૨,૫૦,૭૫૨/-
હોન્ડા સીટી ગાડી નંબર GJ01KJ5925 ની કિ.રૂ. ૨,૦૦,000/-કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૫૦, ૭૫૨/- અહેવાલ = એક ભારત ન્યૂઝ