ખેડબ્રહ્મા પોલીસે જલારામ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલીને બે આરોપીઓની અટકાયત કરી
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હા નો ભેદ ઉકેલી આરોપીઓને પકડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી પણ મળી કુલ 5 લાખ 75 હજારનો મુદ્દામાલ રિકવર કરી તેમજ રાજસ્થાનના શિરોહી પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુન્હો ડિટેક્ટ ખેડબ્રહ્મા પોલીસે કર્યો
પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા શ્રી વિજય પટેલ સાહેબ ના ઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.આર. પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો તે દિશામાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરી કરતા હતા
તે દરમિયાન તારીખ 2/ 6/ 2025 ના રોજ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ ને ખાનગી બાતની મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કલમ 331 (4) 305 (એ) મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઈસમો કાળા કલરની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર RJ – BQ-6277 ની ઉપર બેસી ખેરોજ થી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફ મટોડા ત્રણ રસ્તા ખાતે જઈ વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન બાતમી મુજબ ના નંબર વાળું મોટરસાયકલ આવતા તેને ઉભું રાખીને મોટરસાયકલ ના ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશકુમાર માંગીલાલ પ્રજાપતિ રહે. બિલાડા કુંભારોનો મોટો વાસ ભાર્ગવોનો વાસ નજીક તા. બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું તથા મોટરસાયકલના પાછળના ભાગે બેસેલ ઈસમનું નામ પૂછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ (જોશી) રહે બિલાડા બર્ફાનો વાસ તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન હોવાનું જણાવેલ મોટર સાયકલ ની પાછળ બેઠેલ ઈસમ પાસે એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં જોતા સોના તથા ચાંદીના દાગીના હોય અને સદર દાગીના ચોરી મેળવેલાનું જણાઈ આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોય તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી વિશ્વાસમાં લઈને યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણા રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભુમાજી પ્રજાપતિ ના મકાનમાંથી ગઈ તારીખ 20 5 2025 ના રોજ રાત્રિના સમયે ચોરી કર્યાનું કબૂલત કરતા તેમજ રાજસ્થાનના શિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની કબુલાત કરતા બંને આરોપીઓને ગુંથાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
સોનાના દાગીના 34 ગ્રામ વજનના આશરે કિંમત 2 લાખ 10 હજાર તથા ચાંદીના દાગીના 1568 ગ્રામ વજનના જેની કિંમત આશરે 80,000તથા મોટરસાયકલ ની કિંમત ₹25,000 મળી ફૂલ 5,75,000 નો મુદ્દા માલ ખેડબ્રહ્મા પોલીસે રિકવર કર્યો હતો
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891