>
Friday, June 20, 2025

ચેક રીટર્ન કેસમાં હિંમતનગર ના નલીન લીઝ ફાયનાન્સ ના ગ્રાહક ને એક વર્ષની કેદ.

ચેક રીટર્ન કેસમાં હિંમતનગર ના નલીન લીઝ ફાયનાન્સ ના ગ્રાહક ને એક વર્ષની કેદ.

 

(સંજય ગાંધી-સાબરકાંઠા)તા. ૫/૬

હિંમતનગરમાં આવેલ એક ફાઈનાન્સ કંપનીમાંથી આઠ વર્ષ અગાઉ હિંમતનગરમાં જ રહેતા એક રહીશને નાણાંકીય જરૂરીયાત હોવાથી તેમણે રૂ.૩.૫૦ લાખની લોન લીધી હતી પરંતુ સમયસર ભરપાઈ કરતાં ફાઈનાન્સ કંપની દ્વારા રહીશે આપેલ ચેક બેંકમાં ભર્યા હતા. પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયા બાદ હિંમતનગરના રહીશ વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરાયો હતો. જે તાજેતરમાં ચાલી જતાં ન્યાયાધિશે આ બાકીદારને કસુરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સ્થિત નલીન લીઝ ફાઈનાન્સમાંથી વર્ષ ૨૦૧૭માં હિંમતનગરમાં રહેતા સૌરભ દિનેશભાઈ તંબોલીએ રૂ.૩.૫૦ લાખની લોન લીધી હતી

 

જોકે તત્કાલિન સમયે લોન લેનારે ફાઈનાન્સના સંચાલકોને બેંકના કેટલાક ચેક આપ્યા હતા.તો બીજી તરફ સમયસર હપ્તા ભરપાઈ ન કરવાને કારણે ફાઈનાન્સ પેઢીના વકીલ એચ.જે જયસ્વાલ મારફતે નોટીસ મોકલી આપી હતી તેમ છતાં સૌરભ તંબોલીએ બાકી નાણાં ભરપાઈ કરવાની તસ્દી લીધી ન હતી. જેથી આખરે ફાઈનાન્સ કંપની દ્વારા સૌરભ તંબોલીએ આપેલ ચેક બેંકમાં ભર્યા હતા. પરંતુ અપુરતા

બેલેન્સને લઈને રીટર્ન થયા બાદ તે અંગેનો કેસ હિંમતનગરની કોર્ટમાં દાખલ કરાયો હતો. જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધિશ જે.વી.પરમારે એચ.જે જયસ્વાલ દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી સૌરભ તંબોલીને કસુરવાર ઠરાવી ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને રૂ.૩.૫૦ લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores