પાલનપુર લાઈફ એકેડેમીનો દુષ્કર્મી દ્વારકાથી ઝડપાયો.
પાલનપુર લાઇફ એકેડેમીમાં તાલીમ માટે આવેલી યુવતી ઉપર દુષ્કર્મ આચરી નાસી ગયેલા સંચાલકને પોલીસે દ્વારકાથી ઝડપી લીધો હતો. પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.
પાલનપુર અંબાજી હાઇવે બાજુમાં આવેલી સંસ્થામાં લાઇફ ડિફેન્સ એકેડમી ચલાતો સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરનો પ્રવિણભાઇ રામભાઇ કાંગશીયાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટલોમાં ફરવા લઇ ગયો, બિભત્સ વીડિયો ઉતારી બ્લેક મેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેની સામે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, શખ્સ નાસી છુટ્યો હતો. દરમિયાન પોલીસે પ્રવિણને દ્વારકાથી ઝડપી લીધો. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર








Total Users : 145297
Views Today : 