તાપી જિલ્લા તા:8 જુન રવિવારે સોનગઢ બસ ડેપો ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
(વંશ પટેલ-તાપી)
હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળજાડતી ગરમીમાં
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા તમામ ડ્રાઇવર કંડકટર અને મિકેનિક ભાઈ-બહેનોને રાત અને દિવસ ગુજરાતની મુસાફર જનતાની સેવામાં તત્પર રહે છે ત્યારે તેઓને પોતાની ફરજ દરમિયાન ઘણી મુશ્કેલીઓનું સામનો કરવો પડે છે જેથી તેની સીધી અસર તેઓના સ્વાસ્થ્ય પર પણ પડે છે જેથી મધ્યસ્થ કચેરી અમદાવાદ તેમજ વિભાગીય કચેરી સુરત દ્વારા અવર નવર પ્રસારિત કરાતી સૂચનાઓને આધીન તા.8 જૂન રવિવાર ના રોજ સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાઇવર કંડકટર અને મેકેનિક ભાઈ-બહેનોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આધુનિક ટેકનોલોજી ધરાવતું કિરણ હોસ્પિટલ કતારગામ સુરતના સહયોગથી સોનગઢ ડેપો ખાતે વિનામૂલ્યે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ,
જેમાં તમામ કર્મચારીઓના સુગર પ્રેશર તેમજ આંખની તપાસ અને E.C.G ની તપાસ કરવામાં આવી આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સોનગઢ ડેપોના 200 જેટલા કર્મચારીઓએ લાભ લઈને ખૂબજ આનંદની લાગણી અનુભવી હતી.