>
Wednesday, July 2, 2025

તાલાલા પોલીસે છ માસથી નાસતા ફરતા પ્રોહીબિશનના આરોપીને ઝડપી પાડ્યો

તાલાલા પોલીસે છ માસથી નાસતા ફરતા પ્રોહીબિશનના આરોપીને ઝડપી પાડ્યો

 

તાલાલા, ગીર સોમનાથ: ગીર સોમનાથ પોલીસે પ્રોહીબિશનના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચલાવી છે, જેના ભાગરૂપે તાલાલા પોલીસે છેલ્લા છ મહિનાથી ફરાર એક આરોપીને દબોચી લીધો છે. જુનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી નિલેશ જાંજડીયા સાહેબ અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના કડક આદેશો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અલગ-અલગ પ્રોહીબિશન ગુનાઓ (ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૩૫/૨૦૨૪, ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૩૬/૨૦૨૪, અને ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૯૨/૨૦૨૪) માં આરોપી મીહીરભાઇ વિનોદરાય સંતોકી-પટેલ (ઉં.વ. ૩૭, ધંધો: વેપાર, રહે: જુનાગઢ) છેલ્લા છ મહિનાથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ, ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ આર.વી. પરમાર, પો.કોન્સ. રજનીભાઇ દેદાભાઇ મોરી, પો.કોન્સ નિર્મળસિહ હરસુરસિહ સિસોદીયા અને પો.કોન્સ અનીલભાઇ દાનાભાઇ સાંખટની ટીમે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સઘન તપાસ હાથ ધરી હતી. આખરે, આ ટીમે નાસતા ફરતા આરોપી મીહીરભાઇ સંતોકીને સફળતાપૂર્વક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોહીબિશનના ગુનાઓ અને તેમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાભરમાં સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores