>
Sunday, July 20, 2025

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોબાઇલ ફોનની ચોરીનો ગણતરીના દિવસોમાં CEIR પોર્ટલ આધારે ભેદ ઉકેલી આરોપીને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

નાઓએ મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય,

જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશેક દિવસ અગાઉ ફરીયાદીનો ONE PLUS કપંનીનો 11 5G મોડલનો મોબાઇલ ફોન ચોરાયેલ હતો. જે આધારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ઇ-એફ.આઇ.આર. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૫૨૫૦૪૧૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે મોબાઇલ ફોનનો ડેટા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી ટ્રેકીંગમાં મુકેલ હતો. જે ફોન એક્ટીવેટ થતા મોબાઇલ ડિટેઇલ્સ કઢાવી એનાલિસીસ કરતા સદર ફોન સુભાષભાઇ સુરમાજી ભગોરા રહે,આંતરી તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાની પાસે હોવાનું જણાઇ આવતા સદરી ઇસમ સુભાષભાઈ સુરમાજી ભગોરા રહે,આંતરી તા. વિજયનગર જી.સાબરકાંઠા વાળાને વિજયનગર પોલીસ સ્ટેશન લાવી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૫,૦૦૦ /- નો CEIR પોર્ટલ આધારે રિકવર કરવામાં વિજયનગર પોલીસને સફળતા મળેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores