ઉના ખાતે લોકભાગીદારી થી પોલીસ ચોકી નુ નિર્માણ….. સાસંદ તથા ધારાસભ્ય શ્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ…
ઉના શહેર ખાતે મુખ્ય માર્ગ પર આવેલા વડલા ચોક ખાતે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા લોકભાગીદારી થી નવી પોલીસ ચોકી નુ નિર્માણ કાર્ય કરવા આવેલ જેનુ આજરોજ જુનાગઢ ના સાસંદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના વરદહસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડિ એસ પી મનોહર સિંહ જાડેજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તાજેતરમાં જંજીરધોધ મા દિવ વિસ્તાર ના છ સહેલાણીઓ ને પુર ના ધસમસતા પાણીના પ્રવાહ માંથી બચાવ કાર્ય કરનાર ઘાટવડ ગામ ના હુસેનભાઇ ચૌહાણ નુ સન્માન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ મા ડિ વાય એસ પી ચૌધરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાસંદ શ્રી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ લોકભાગીદારી થી પોલીસ ચોકી નુ નિર્માણ કાર્ય સરાહનીય છે આવી રીતે જનતા વિકાસ ના કામો મા જાગૃત રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ જણાવેલ કે વડલા ચોક ખાતે આ ચોકી નુ નિર્માણ કાર્ય થવાથી કાયદો અને વ્યવસ્થા સુગમ બનસે સાથે સાથે આસપાસના વિસ્તારમાં આવેલા મહેતા હોસ્પિટલ સર્કિટ હાઉસ માર્કેટીંગ યાર્ડ ની પણ સલામતી વધી જસે તથા પોતાના કાર્યાલય ખાતે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાની સમસ્યા લય ને આવસે એટલે એનો નિકાલ કરવા માટે પોતે કટીબદ્ધ છે
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પંડ્યા સાહેબ તથા મામલતદારશ્રી ડિ.કે.ભીમાણી સાહેબ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજુભાઇ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા નગરપાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણિયા શહેર ભાજપ પ્રમુખ તથા તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઇ મકવાણા સહિત ના આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ. રમેશભાઇ વંશ ઉના