ઉના તાલુકાના દેલવાડા ગામે મેટલ રોડ અધુરો……. આતો બેદરકારી કહેવાય
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી બાલા હનુમાન મંદિર થી રામપરા સિમ હદ સુધી નો મેટલ રોડ મનરેગા યોજના હેઠળ મંજુર કરવામાં આવેલ હતા આ કારણોસર આ વાડી વિસ્તાર માં વસવાટ કરતા પરિવારો મા ખુશી નો માહોલ છવાયો હતો અને આ મેટલ રોડ નુ કામ મનરેગા યોજના હેઠળ કરવા નુ થતુ હોય આ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો ની આતુરતા ના અંતે ગત તારીખ 6/4/2024 ના રોજ કામ પણ ચાલુ કરવા મા આવેલ ત્યાર પછી માટી કામ થયું અને ત્યારબાદ મેટલ કામ કરવા નુ હતુ અને એ ચાલુ પણ થયું પરંતુ ઓચિંતા જ કામ ની ગતિ ને ગોકુળ ગાય ની ગતિ આવી રગડધગડ મેટલ પથરાયા પછી પ્લાન એસ્ટિમેન્ટ મુજબ તેની પર રોલર ચલાવી પાણી નો છંટકાવ કરવો જોઈએ અને પછી જીણી ભુખરી નાખી રોડ ને સમતલ બનાવવો એવુ પ્લાન એસ્ટિમેન્ટ છે છતાં આ કામ કોઈ કારણસર અધુરુ મુકી દેવામાં આવેલ છે
આ મેટલ રોડ ઉપર ના વાડી વિસ્તાર ના લોકો ની રસ્તો બનવા ની ખુશી ઉપર પાણી ઢોળ થયું હોય એમ તાલુકા પંચાયત ના મનરેગા વિભાગ દ્વારા આ કામ અધુરું મુકવા ને કારણે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને લેવા મુકવા માટે શાળા ની રિક્ષા આવતી બંધ થય સાથે સાથે આ રસ્તો વાહન વ્યવહાર માટે કપરો બનતા વાહન વ્યવહાર બંધ થયો આ કારણે એક વર્ષ જેવો સમય વિતવા છતાં નથી શાળા ની રિક્ષા આવતી કે નથી અન્ય કોઈ વાહન વ્યવહાર ચાલી શકતો આ કારણોસર આ વાડી વિસ્તાર ના લોકો ને પોતાના લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે ફરજિયાત અન્ય જગ્યાએ કરવા જવાની ફરજ પડી છે ત્યારે આ મેટલ રોડ સંદર્ભે ઉના તાલુકા પંચાયત ના મનરેગા વિભાગ કે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને પુછપરછ કરવામાં આવે છે તો એકજ તૈયાર જવાબ આપવા મા આવે છે કે જે એજન્સી એ કામ માટે મટિરિયલ પહોંચાડવા નુ કામ રાખેલ એ એજન્સી જતી રહી છે અને અન્ય બીજી કોઈ એજન્સી હાલ મા મળતી નથી તો હવે એ વિચારવા નુ કે ગત તારીખ 6/4/2024 થી આજદિન સુધી તાલુકા પંચાયત ને એજન્સી કયા કારણોસર મળતી નહી હોય હવે તો આ વાડી વિસ્તાર ના લોકો રસ્તા ને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણકે આ રસ્તે હવે દ્રી ચક્રી વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે સાથે સાથે કાદવ કીચડ પણ અન હદ હોય આથી આ વિસ્તાર ના લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે અને એકજ પ્રાર્થના કરે છે કે ભગવાન હવે કૃપા કરો અને તાલુકા પંચાયત ને આ મેટલ રોડ માટે એજન્સી મળે અને આ મુશ્કેલ પરિસ્થિતિ માંથી છુટકારો મળે
બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ દેલવાડા (ઉના)