>
Saturday, July 5, 2025

સીમાસી ગામ થી નેશનલ હાઈવે ને જોડતો રોડ બન્યો અતિ બિસ્માર લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

સીમાસી ગામ થી નેશનલ હાઈવે ને જોડતો રોડ બન્યો અતિ બિસ્માર લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

 

 

સીમાસી ગામની દયનીય સ્થિતિ: 70 લોકો માટે આફતરૂપ બનેલો માર્ગખાસ કરીને સીમાસી ગામમાં આશરે 70 લોકોની અવરજવરવાળો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. સ્થાનિક રહેવાસી જીવુબેનના જણાવ્યા અનુસાર, દરરોજ લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ આ જ રસ્તા પરથી પસાર થઈને શાળાએ જાય છે, અને તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાના બાળકો માટે આ ખાડાવાળો રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે.

સ્વચ્છ ભારત અભિયાન અને ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર ‘સ્વચ્છ ભારત’ની વાતો કરે છે, ત્યારે સીમાસી ગામમાં ફેલાયેલી ગંદકીનું સામ્રાજ્ય પણ ચર્ચાનો વિષય બન્યું છે. રોડની ખરાબ હાલત ઉપરાંત, ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે, જેના પર તંત્રનું કોઈ ધ્યાન નથી. આ સ્થિતિ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો ઉભો કરી રહી છે.તંત્રની બેદરકારી અને સ્થાનિકોનો રોષગામ લોકો દ્વારા તંત્રને આ મામલે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોમાં તંત્રની બેદરકારી અને ઉદાસીનતા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ચૂંટણીના વાયદા અને વિકાસના દાવાઓની પોકળતા

ગામ લોકોનો આક્ષેપ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત મેળવવા માટે મોટા મોટા વાયદા કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તેઓ પોતાના વચનો ભૂલી જાય છે અને કોઈ કામ કરતા નથી. સીમાસી ગામમાં થયેલા વિકાસના કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.ઉચ્ચ કક્ષાની તપાસની માંગ ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે. તેઓ ઈચ્છે છે કે “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થાય અને ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે કડક કાર્યવાહી થાય. આ રસ્તાઓની દયનીય સ્થિતિ અને વિકાસ કાર્યોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ગુજરાતમાં ચાલી રહેલા ‘વિકાસ’ના દાવાઓ પર સવાલ ઉભા કરે છે. શું તંત્ર આ મામલે જાગૃત થશે અને તાત્કાલિક પગલાં ભરશે કે પછી લોકોની હાલાકી યથાવત રહેશે, તે જોવું રહ્યું.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores