*ઉના તાલુકાના સંજવાપુર ગામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્માણ થનાર સંજવાપુર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું…*
ઉના અને ગીરગઢડા તાલુકાના વિકાસ માટે *અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ આજરોજ ઉના તાલુકાના *સંજવાપુર* ગામે *રૂ. ૨૫ લાખના ખર્ચે* નવનિર્માણ થનાર *સંજવાપુર ગ્રામ પંચાયતની ઓફિસનું* ખાતમુહૂર્ત *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે* કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિશ્રી હનુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ગંભીરસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિશ્રી સામતભાઈ ચારણીયા, સંજવાપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાદવભાઈ સોલંકી, ગરાળ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિશ્રી મનુભાઈ સોલંકી તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.