સામખિયાળી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી ની બહાદુરી અને સતર્કતાને હર્ષ સંઘવી દ્વારા સન્માન કરાયું
પોલીસની વીરતા સામે પિસ્તોલધારી પણ ફિકા પડ્યાં – વેપારીને બચાવી એક આરોપીને પકડી પાડ્યો
ગાંધીધામ નજીકની આંગડિયા પેઢીના વેપારીના અપહરણ અને લૂંટના ગુનામાં બે પોલીસકર્મીઓ દ્વારા દાખવેલી બહાદુરી અને સતર્કતાના કારણે વેપારીને સલામત બચાવવો શક્ય બન્યું હતું.
સામખિયાળી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરિસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ કેતન પ્રજાપતિએ આંબલીયારા ગામની સીમમાં ચાર પિસ્તોલધારી લૂંટારાઓનો ધિરજપૂર્વક અને બહાદુરીથી સામનો કર્યો હતો. તેઓએ વેપારીને લૂંટારાઓના ચંગુલમાંથી સુરક્ષિત રીતે છોડાવ્યા બાદ જંગલ-ઝાડીના વિસ્તારમાં 15 કિલોમીટર સુધી પગપાળા પીછો કરીને એક આરોપીને પિસ્તોલ સહિત પકડી પાડ્યો હતો.
પોલીસકર્મીઓની આ શૂરવીરતાના પ્રશંસાપાત્ર કાર્ય બદલ આજ રોજ ગાંધીધામ ખાતે માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઘટના રાજ્ય પોલીસ દળ માટે ગૌરવની વાત છે અને પોલીસકર્મીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને વધુ મજબૂત બનાવે છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891