બનાસકાંઠામાં વિદેશી દારૂનો વેપલો: LCBએ 80 કિ.મી. પીછો કરી સ્કોર્પિયોમાંથી 7.55 લાખનો દારૂ ઝડપ્યો, એક આરોપી પકડાયો.
બનાસકાંઠા જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે. સુઇગામ વિસ્તારના ગરાબડી ગામની સીમમાંથી પોલીસે મહીન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 3,234 બોટલો કિંમત રૂ. 7,55,822 તથા ગાડી સહિત કુલ રૂ. 17,55,811નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અનુસાર એ.વી. દેસાઇ, પોલીસ ઇન્સ્પેકટર એલસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બાતમી મળી કે સાંચોર તરફથી એક નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરીને ભારતમાલા રોડ પર આવી રહી છે.
પોલીસે નાકાબંધી કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચાલકે ગાડી ઉભી ન રાખતાં ભારતમાલા રોડ તરફ ભગાવી મૂકી. પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો. ગાડી થરાદ થઈ જોરાવરગઢ ટોલનાકા પાસે, મોરવાડા બસ સ્ટેશન થઈ કટાવ જતા રોડે ગઈ. ગરાબડી ગામની સીમમાં ભારતમાલા પુલિયા નજીક આશરે 80 કિલોમીટર સુધી પીછો કરતાં ગાડી બંધ પડી ગઈ.
ગાડીમાંથી બે વ્યક્તિઓ ભાગવાનો પ્રયાસ કરતાં એક ચાલકને પકડી પાડવામાં આવ્યો. પકડાયેલ આરોપીની ઓળખ વિજયકુમાર જયંતીલાલ મકવાણા (રહે. ડુંગરાસર, તા
વિજયકુમાર જયંતીલાલ મકવાણા (રહે. ડુંગરાસર, તા. કાંકરેજ, હાલ શિવવિલા સોસાયટી, હારીજ, જિ. પાટણ) તરીકે થઈ છે. જ્યારે પ્રવિણ નામનો બીજો આરોપી ફરાર થઈ ગયો છે.
ગાડીની તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો. ગાડીનો નંબર GJ14AA3563 હતો. પોલીસે આ મામલે સુઇગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર