આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદી કિનારે તરણેશ્ર્વર મહાદેવ મંદિર એ હિમ પુંજા
ઉના તાલુકાના દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદી કિનારે આવેલા પૌરાણિક તરણેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે બરફ ની હિમ પુંજા ચઢાવવામાં આવી છે સ્થાનિક ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શ્રી તરણેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ પુંજા ચઢાવવામાં આવે છે અને એવી પરંપરા છે પ્રથમ સોમવાર હોવાથી ભક્તજનો દ્વારા મહાદેવ ને બરફ ની હિમ પુંજા ચઢાવવામાં આવી હતી સમગ્ર મંદિર ને અંદર થી બરફ થી શણગાર કરવામાં આવ્યો છે સાથે સાથે બરફ ની કલાત્મક શિવ લીંગ સ્વરૂપે આપવામાં આવેલ છે તથા મંદિર ની અંદર પ્રવેશ કરતા હિમાલય જેવો અનુભવ થાય છે
આમ શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ પુંજા ચઢાવવા નો અનેરો મહિમા છે
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના





Total Users : 147141
Views Today : 