નવાબંદર મરીન પોલીસે સીમર ગામમાંથી જુગારનો મોટો કેસ પકડ્યો
ગીર સોમનાથ,30જુલાઈ જૂનાગઢ રેન્જ આઈ.જી.પી શ્રી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજાની સૂચના હેઠળ, નવાબંદર મરીન પોલીસે સીમર ગામના દરબાર શેરી વિસ્તારમાં જુગારનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ, હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પુંજાભાઈ બાંભણીયા, મનુભાઈ લાખાભાઈ સોલંકી, પ્રદ્યુમનસિંહ માનસિંહ વાઢેર, જીતેશકુમાર અરજણભાઈ દમણીયા, કોન્સ્ટેબલ સંદીપભાઈ વલ્ભભાઈ ઝણકાટ, જશપાલભાઈ નોંધણભાઈ ડોડીયા, વાજસુરભાઈ લુંભાભાઈ રામ અને વુમન કોન્સ્ટેબલ ભારતીબેન મનુભાઈ બારૈયાની ટીમે સંયુક્ત બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં, પોલીસે રૂ. ૬૧,૪૩૦/- રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું છે. પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પ્રકાશભાઈ ખોડુભાઈ સોલંકી (ડ્રાઈવર), ભીખુભા ટપુભા જાડેજા (મજૂર) અને ૧૦ મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ ઘરકામ કરે છે. તમામ આરોપીઓ સીમર, તા. ઉના, જી. ગીર સોમનાથના રહેવાસી છે.
આરોપીઓ વિરુદ્ધ નવાબંદર મરીન પો.સ્ટે.માં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા