ઉપલેટાની વાલ્મિકી સમાજની દીકરીએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ સો માં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું
- રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં મધ્યમ પરીવાર માંથી આવતી દીકરીએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામના મેળવી પરિવારનું અને સમાજનું દિલ જીત્યું છે
વાત કરવામાં આવે તો ઉપલેટાનાં વાલ્મિકી સમાજ ના હેમંતભાઇ રાઠોડ નાના એવા સ્ટેજ સો અને ભજન કાર્યક્રમમા ગાયક તરીકે કાર્ય કરે છે ત્યારે આવાં કાર્યક્રમોમાં સાથે જઇ નાની ઉમરથી તેમની દિકરી સોનલબેનને પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનો સોખ લાગી આવતાં તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીદ પકડી ત્યારે પીતા તરિકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા અને તેમને આગળ લાવવા પૂરી કોશીસ કરી તેમને ગાઈકી શીખવી જેમાં સોનલબેનની અથાગ મહેનતથી અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા ત્યાર બાદ ફરી પોરબંદરમાં યોજાનાર રાજ્ય કક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ સો માં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરીવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું
ત્યારે તમામ સમજના લોકોએ અને તેમનાં પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
બાઈટ સોનલ વાઘેલા
બાઈટ હેમંતભાઇ રાઠોડ
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા