હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે પીવાના પાણીની પાઈપ લાઈનના થયેલ રૂપિયા 3 લાખના ભ્રષ્ટાચારને લઈ અરજદાર કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ કરવા સરકારી તંત્રમાં રજુવાત કરી
મળતી માહિતી મુજબ ગુજરાતમાં પાછલા કેટલા સમય થી નકલી પકડાઈ રહ્યું છે હવે સરકાર શ્રી ના વિકાસના કામો હેઠળ આવતી ગ્રાન્ટો પણ કાગળ પર બનાવી ઉંચાપાતની ફરિયાદો ઉઠી છે.
પીવાના પાણીની પાઇપ લાઈન કાગળ પર અને તેની ફાળવવામા આવેલ ગ્રાન્ટ ખીસામાં વાડ પોતે ચીભડાં ગળે તો પકડવું કોને
ઈલોલ ગામે સરકારશ્રી ધ્વારા પીવાના પાણીની પાઇપ લાઈન માટે વહીવટી મંજુરી ૧૫ મુ નાણાપંચ હેઠળ ઈલોલ ગામે ઉગમતી દરબાર વાસ, ચેનવા, ચમારવાસ ને સાંકળતી પીવાના પાણીની પાઈપ લાઈન માટે રૂપિયા ત્રણ લાખ જેની વહીવટી મંજુરી તાલુકા વિકાસ અધિકારી ધ્વારા આપવામાં આવેલ છે.
અરજદાર અરજી સાથે પુરાવા રજૂ કરવામાં આવેલ જે જોવામાં આવે તો નકલ મૂજબ વહીવટી મંજૂરીના હુકમમાં લખેલ કોઈ તારીખ લખવામાં આવેલ નથી. જેની તપાસ થવા એસ્ટીમેટની નકલ એમ .એચ. વિજાપુરા નું તારીખ વગરનું તેમજ બીલ નંબર વગરનું તેમજ સિક્કો પણ કરેલ નથી તેવું રૂ.1,88,000/-નું બીલ રજુ કરેલ. જે પ્રાથમિક જોતો ખોટું જણાય છે. જેની ઊંડી તપાસ કરવા .
માલ આપનારનો જવાબ લેવા તેમજ તેઓના સ્ટોક પત્રકનો પણ ઉતારો લેવા અને જો માલ લાયા હોય તો સબંધિત વાહનનો માલિકનો પણ જવાબ લેવા
મળેલ બીલ મૂજબ મુદસ્સર એચ.વિજાપુરા નું રેતી, કપચી, અને મેટલના જે બીલ શામેલ છે જેમાં કયા વિસ્તારમાં કામ કરેલ છે તેની કોઈ વિગતો બીલમાં ઉલ્લેખ નથી.ભાવનું કોલમ પણ કોરું છે ખરેખર તો પાઈપ લાઈન કેટલા ફૂટ કરી કેટલી-ઊંડી કરી તે બંને વિસ્તારોનો કોઈ ઉલ્લેખ જાણતો નથી જે પ્રાથમિક જોતો ખોટું જણાય છે. જેથી ઉગમળા વાસમાં રહેતા લોકોના જવાબો લેવા
સદર તપાસ ગ્રામપંચાયત કચેરીમાં બેસીને કરવાની નથી હુકમમાં જણાવેલ બંને વિસ્તારોમાં રૂબરૂ જઈ લોકોના પીવાના પાણીની લાઈન થઇ છે કે નહિ તેની રૂબરૂમાં તપાસ કરવી આ બાબતે તટસ્થ તપસ કરવા અને ખોટું કરનાર સરપંચશ્રી તેમજ તેમો આવતા તમામ માણસો સામે તપાસ કરવા તેમજ સરપંચશ્રી એ ખોટું કરેલ હોઈ તો તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા કાર્યવાહી કરવા રજુવાત કરવામાં આવેલ છે
તેમજ ઉગમણા દરબાર વાસ, સ્થાનિકો દ્વારા તારીખ 27/7/2025 લેખિતમાં ઇલોલ ગામ પંચાયત ખાતે અરજી આપવામાં આવી હતી
તેમજ અમારા પ્રતિનિધિ દ્વારા ઉગમણા વાસ તપાસ કરતા સૈનિકોને જણાવ્યું કે આવી કોઈ પાણી લાઈન થયેલી નથી તેમ જ સ્થળ તપાસ કર આવનાર અધિકારીને ટેલીફોન વાતચીતમાં અમારા રિપોર્ટરની ને જણાવ્યું કે અમે તપાસ કરી તપાસ કરીને તેની ફાઈલ આગળ મોકલાવેલી છે તેવું અધિકારીને જણાવ્યું હતું
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891