દાંતીવાડા હાઈવે પર ગંભીર અકસ્માત: બે ટ્રેલર વચ્ચે ટક્કર, એકનું મોત, એક ઘાયલ; હાઈવે પર ટ્રાફિક જામ.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા-ગુંદરી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.રીપોટ પરબત દેસાઈ પાલનપુર