વડાલી તાલુકા નો 79 મો સ્વાતંત્ર પર્વ ગાજીપુર ગામ મુકામે રંગે ચંગે યોજાયો
વડાલી તાલુકા થી ધરોઈ રોડ પર આવેલ અંતરિયાળ વિસ્તારમાં ગાજીપુર ગામમાં વડાલીનો તાલુકા કક્ષાનો 79 મો સ્વાતંત્ર પર્વ ઉજવાયો
વડાલી તાલુકાના નવા વરાયેલા મામલતદાર શ્રી હર્ષવર્ધનભાઈ પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું ત્યારબાદ મામલતદાર શ્રી દ્વારા સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે સંબોધન કરાયું
અને આ નિમિત્તે સમસ્ત વડાલી તાલુકા વાસીઓને શુભકામનાઓ પાઠવી
આજુબાજુની શાળાઓ સહિત ગામની સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા
વડાલી પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ યુનિટ દ્વારા પરેડ કરવામાં આવી
વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમાર ગાજીપુર ગ્રામ પંચાયતના સરપંચ, નિવૃત્ત સૈનિક સંગઠન સહિત વિવિધ રાજકીય સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891