સાબરકાંઠા જિલ્લા કુડો ટુર્નામેન્ટ – સાબરકાંઠાની ડબલ Gold સાથે ઉજ્જવળ સફળતા
સાબરકાંઠા કુડો એસોસિએશનના પ્રમુખ શ્રી દશરથ મહેરાના નેતૃત્વ હેઠળ સાબરકાંઠા જિલ્લા કુડો ટુર્નામેન્ટ તથા સાબરકાંઠા જિલ્લા ઓપન કુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ શાળાના 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનું વિશેષ આકર્ષણ ભીલ અંશ મહેશકુમારનું અદભુત પ્રદર્શન રહ્યું. તેમણે અંડર-16 વર્ષ, પુરૂષ +63 કિગ્રા કેટેગરીમાં પોતાની કુશળતા અને મહેનતથી બંને – જિલ્લા તથા ઓપન ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમ (Gold Medal) પ્રાપ્ત કર્યો.
અંશ ભીલ છેલ્લા બે વર્ષથી પ્રમુખ દશરથ મહેરા પાસે કુડોનું તાલીમ લઈ રહ્યા છે તથા સાથે સાથે વિદ્યાનગરી સ્કૂલમાં કુડો અભ્યાસ કરી રહ્યા છે.
આ અવિસ્મરણીય સિદ્ધિ સાથે હવે અંશ ભીલ ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા છે, જે આવનારા 24 ઑગસ્ટ 2025ના રોજ સુરતના અઠવાળાઇન સ્થિત ઈન્દોર સ્ટેડિયમ ખાતે યોજાશે.
સાબરકાંઠા કુડો એસોસિએશન તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે અને અંશ ભીલને રાજ્ય સ્તરે વધુ મોટી સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવે છે. સંસ્થા હંમેશા યુવાનોમાં માર્શલ આર્ટ્સ પ્રત્યે રસ જગાવી, ભાવિ ચેમ્પિયન્સ તૈયાર કરવા પ્રતિબદ્ધ છે.
રિપોર્ટર કમલેશ સિંધી