શ્રાવણીયો જુગાર રમતા 6 શકુનિઓને 29 હજાર રૂપિયાના મુદ્દા માલ સાથે ગાંભોઈ પોલીસે પકડી પાડ્યા
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર ના ઓએ પ્રોહી તથા જુગારના કેસો સુધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ રબારી ગાંભોઈ પોલીસ સ્ટેશન ના દરેક પોલીસ કર્મચારીઓને પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે આધારે આજે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ રબારી તથા સર્વેલન્સ સ્કોડના માણસો તે દિશામાં સતત વોચ તથા પેટ્રોલિંગ માં કાર્યરત હતા
તારીખ 17/ 8/ 2025 ના રોજ પોલીસ ટીમ તથા સર્વેલન્સ કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.હે.કો. યોગેન્દ્રસિંહ રણવીરસિંહ ને ખાનગી બાતમી મળી કે રાયગઢ ગામના થોરીવાસ માં કાચા છાપરા ની પાછળના ભાગે બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાનાથી પૈસાનો હાર જીત નો જુગાર રમી રમે છે જે હકીકતના આધારે સર્વેલન્સ સ્કોડના માણસો સાથે રેડ કરતા તે જગ્યાએથી અજયભાઈ સ/ઓ કાળાભાઇ ઓગરાભાઈ ભરથરી રહે રાયગઢ થોરી વાસ રમેશભાઈ સ/ઓ કાનજીભાઈ પ્રભાભાઇ ગવારીયા રાયગઢ થોરીવાસ સુનિલભાઈ સ/ઓ તખાભાઈ ભરથરી રાયગઢ પ્રવીણભાઈ સ/ઓ બાલાભાઈ જેસીંગભાઇ થોરી રહે. રાયગઢ મનીષ સ/ઓ અરવિંદભાઈ સોમાભાઈ વાઘેલા રહે. રાયગઢ જીગર સ/ઓ. જશુભાઈ સરદારભાઈ ગવારીયા રહે. રાયગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના થી પૈસાનો હાર જીત નો જુગાર રમી રમાડતા રમતા દાવ ઉપરથી રૂપિયા 1250/- તથા અંગઝડતીથી માંથી મળી આવેલ કુલ 10,050 /-તથા મોબાઈલ નંગ કુલ ચાર નંગ કિંમત 18000/- નો મળી મુદ્દા માલ કિંમત 29,300/- ના મુદ્દા માલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં ગાંભોઈ પોલીસ ટીમને સફળતા મળી હતી
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891