,અહેવાલ શૈલેષ ભાઈ સી ઠાકોર,
થરાદ તાલુકાના કોચલા ગામે ગણેશ ચતુર્થી ની સૌપ્રથમ ગણપતિ દાદાની ભવ્ય સ્થાપના કરવામાં આવી
થરાદ કોચલા ગામ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ દાદા ની કોચલા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ભક્તો દ્વારા વાજતે-ગાજતે, “ગણપતિ બાપા મોરિયા” ના ગજગજતા નાદ સાથે રામ ના મંદિર ખાતે લાવી બિરાજમાન કરવામાં આવી હતી.
જ્યાં બે વખત આરતી થાય છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
આજે સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી, જેમાં ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓની ઝળહળાટ સાથે પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો.