>
Saturday, August 30, 2025

રિલાયન્સ ફાઉન્ડેશન, અને કે.વી.કે ડીસા તથા થરાદના સંયુક્ત ઉપક્રમે યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ થકી પશુપાલન માવજત અને સાર સંભાળ વિષયક માર્ગદર્શન યોજાયું

રિલાયન્સ ફાઉન્ડેશન, અને કે.વી.કે ડીસા તથા થરાદના સંયુક્ત ઉપક્રમે યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ થકી પશુપાલન માવજત અને સાર સંભાળ વિષયક માર્ગદર્શન યોજાયું

 

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ ફાર્મ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પ્રવૃત્તિના ભાગરૂપે ગુજરાતમા 10 જિલ્લાઓમા ગ્રામ વિકાસની સાથે સાથે સમગ્ર જિલ્લામાં ડિજિટલ અને ફિઝિકલ રીતે પશુપાલન વિષયક બદલવા માટે નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઉપરોક્ત કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં ચોમાસાના વરસાદી માહોલમા પશુપાલકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના સંયુક્ત ઉપક્રમે ડિજિટલ પ્લેટફોર્મ થકી યુ-ટ્યુબ લાઈવ સંવાદ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો, જેમાં પશુપાલન વિષયક મુખ્ય સમસ્યાઓ જેવી કે ઋતુજન્ય રોગ અને તેના ઘરેલુ ઉપચાર, ગાભણ વિષયક સમસ્યાઓ, બચ્ચાના મરણદરની સ્થિતિ અને તેના નિરાકરણ માટે રાખવામાં આવતી કાળજી વિષયક, સંતુલન આહાર વિષયક, પશુઓની બેઠક વ્યવસ્થા અને સ્વછતાનું મહત્વ, પોષણ આહાર તરીકે અજોલા તથા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને આગળ વધારવા અંગે નોંધપાત્ર માર્ગદર્શન આપવામાં આવ્યું

 

પ્રસ્તુત કાર્યક્રમ યુ ટ્યુબ લાઈવ પોગ્રામ થકી પશુપાલન વ્યવસાય કરતા તમામ પશુપાલકો સુધી પહોંચવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે ગ્રામીણ લેવલે રિલાયન્સ ફાઉન્ડેશન પ્રોજેક્ટના કાર્યક્ષેત્રના ગામોમાં ડેરી ક્લસ્ટર સાથે જોડાયેલ પશુપાલકોને ફિજિકલ મીટીંગ દ્વારા બનાસકાંઠા રાજકોટ અને કચ્છ ના પશુપાલકો ને યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમમાં સહભાગી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

પ્રસ્તુત યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમની લિંક ગુજરાતના છેવાડા પશુપાલકો સુધી પહોંચે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરીને તા 29 ઓગસ્ટ ના રોજ બપોર ના 3 થી 4 વાગ્યાના સમયગાળામાં માં ઉપરોક્ત તમામ મુદ્દાઓની ઉંડાણ પૂર્વક સરળ ભાષામાં પશુપાલકો સાથે સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો પ્રશ્નોતરી દ્વારા પશુઓના ઋતુજન્ય રોગો અને નિયત્રણ, ગાભણ તથા દુધાળા પશુઓની માવજત અને સફળ ખેડૂતોના અનુભવોની આપ લે કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમને સફળ બનાવવા વિષય નિષ્ણાંત તરીકે ડો. દેવચંદભાઈ એ. સદરાસણીયા (વૈજ્ઞાનિક) પશુ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા તથા ડો. વીક્રમભાઈ કે. પટેલ (વૈજ્ઞાનિક) પશુ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પશુપાલકોને ખુબ સરળ ભાષામાં સમજ ઉભી થાય તેવી રીતે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, કાર્યક્રમના અંતમા પશુપાલકોના પ્રશ્નોતરી સેશનમા પશુપાલકોના પ્રશ્નો અંગે લાઈવ સંવાદ કરી તમામ સવાલો અંગે સરળ ભાષામા સમજ આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો,

 

કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ, ડીસા, રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તથા સવારાજ અને એસ. એસ. કે. ટીમનો નોંધપત્ર ફાળ્યો રહ્યો હતો જેમાં એક હજાર જેટલાં પશુપાલકો પશુપાલન વિષયક માર્ગદર્શન મેળવવામા સફળ થયાં

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores