દ્રોણેશ્વર ખાતે કાનૂની શિબિરનું આયોજન, લોકોને મફત કાનૂની સહાયનું માર્ગદર્શન મળ્યું
દ્રોણેશ્વર મંદિર ખાતે એક કાનૂની શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.આ શિબિરનું આયોજન ગીર ગઢડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એચ.એમ. વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિબિરનું સંચાલન ગીર ગઢડાના લીગલ એડ પેનલ એડવોકેટ અને ઓથ કમિશનર શ્રી રવિ આર. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકા કાનૂની સેવા માં ગીર ગઢડા પોલીસના એ એસ આઈ ધીરુભાઈ સિંધવ,ભરતભાઈ રામ અને મનુભાઈ વાજા જોડાયા હતા સાથે પી.એલ.વી. ગીર ગઢડાના બહેનોએ પણ હાજરી આપીહતી. આ તમામ મહાનુભાવોએ ઉપસ્થિત લોકોને કાયદાકીય પ્રશ્નો અને મફત કાનૂની સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ શિબિર દ્વારા ઘણા લોકોને કાયદાકીય બાબતો વિશે સ્પષ્ટતા મળી અને જરૂરિયાતમંદ લોકોને મફત કાનૂની સહાય મેળવવા માટેનું યોગ્ય માર્ગદર્શન મળ્યું. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં કાયદાકીય જાગૃતિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા