ભરણપોષણના સજા વોરંટના બે નાસતા ફરતા આરોપીઓને ગીરગઢડા પોલીસે ઝડપી પાડ્યા
ગીરગઢડા: જૂનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, ઊના વિભાગના ડી.વાય.એસ.પી. એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગીરગઢડા પોલીસે વોરંટના આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી.
આ અનુસંધાને, ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. મોરવાડીયાની સૂચના મુજબ, હરમડિયા આઉટપોસ્ટના એ.એસ.આઇ. ધીરેન્દ્રસિંહ સિંધવ અને પોલીસ સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી.તારીખ ૦૬/૧૦/૨૦૨૫ના રોજ, પોલીસે ભરણપોષણના સજા વોરંટના બે નાસતા ફરતા આરોપીઓને તેમના રહેણાંક મકાનેથી પકડી પાડ્યા હતા:
* કેતનભાઇ કેશુભાઇ શીંગડ (રહે. હરમડિયા, તા. ગીરગઢડા) – ઊના ફેમેલી કોર્ટ દ્વારા ૫૦૭ દિવસની સાદી કેદની સજાનો હુકમ થયો હતો.
* ગોવિંદભાઈ ભગવાનભાઈ ચૌહાણ (રહે. સોનપરા, તા. ગીરગઢડા) – ઊના ફેમેલી કોર્ટ દ્વારા ૧૪૩ દિવસની સાદી કેદની સજાનો હુકમ થયો હતો.
બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ તેમને જૂનાગઢ જિલ્લા સેન્ટ્રલ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે.કામગીરી કરનાર: ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. મોરવાડીયા, એ.એસ.આઇ. ધીરેન્દ્રસિંહ જશાભાઇ સિંધવ, પો.કોન્સ. યશપાલસિંહ લખુભાઇ ડોડીયા અને પો.કોન્સ. અમીતભાઇ બાલુભાઇ મોરી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 147143
Views Today : 