વાઈબ્રન્ટ વિદ્યાલય, થરાદ ખાતે ઉતરાયણ પર્વની ઉત્સાહભરી ઉજવણી
વાઈબ્રન્ટ વિદ્યાલય, થરાદના શાળા પ્રાંગણમાં ઉતરાયણ પર્વની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી. આ અવસરે શાળાનું સમગ્ર વાતાવરણ આનંદ અને ઉત્સાહથી છલકાતું રહ્યું.
શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ આચાર્ય શ્રી ધુડાભાઈ, માનનીય પ્રમુખ શ્રી રાણાજી પટેલ, મંત્રી શ્રી ભરતભાઈ પટેલ તથા શાળા સંચાલક શ્રી એમ.એમ. પટેલ (માલાણી વિદ્યાલય, સપ્રેડા) ના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. ઉત્સવની ખુશી વહેંચવા માટે વિદ્યાર્થીઓને પતંગો આપવામાં આવ્યા તેમજ સૌ માટે ગરમાગરમ ગોટા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.
વાઈબ્રન્ટ વિદ્યાલય, થરાદ શાળા પરિવાર હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણમાં વિશ્વાસ ધરાવે છે. ઉતરાયણ પર્વની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ વધુ મજબૂત બન્યો.
આ પ્રસંગે શાળા પરિવાર તરફથી તમામ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ રાહ






Total Users : 161228
Views Today : 