વડાલી પોલીસ સ્ટેશનના છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીને વડાલી પોલીસે પકડી પાડ્યો
વડાલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.આર પઢેરિયા તથા પોલીસ સ્ટાફના માણસો તપાસમાં હતા તે દરમિયાન વડાલી પોલીસ સ્ટેશનના ન્યાય સહિતા 2023 ની કલમ 318 (4) 54 મુજબના કામનો આરોપી દેવાભાઈ ધીરાભાઈ સલાટ રહે સર્વોદય નગર ડુંગરી, તાલુકો, મોડાસા જિલ્લો અરવલ્લી વાળાની સતલાસણા બાજુથી વડાલી તરફ આવવાની બાતમી મળતા વડાલી પોલીસ સ્ટાફના માણસો વડાલી ધરોઇ ત્રણ રસ્તા પહોંચી જઈ અને વાહન ચેકિંગ કરતા હતા ત્યારે આરોપી દેવાભાઈ ધીરાભાઈ સલાટ રહે સર્વોદય નગર ડુંગરી તાલુકો મોડાસા જિલ્લા અરવલ્લીનો ખાનગી વાહનમાં બેસેલ હોય તેને પકડી પાડી અટકાયત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવી
આમ છેલ્લા 6 માસથી પકડવાના બાકી આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 161717
Views Today : 