ખેડબ્રહ્મા થી નારાયણ સરોવર બસ નો સંત શ્રી પંકજ દાસ મહારાજ અને નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી એ શુભારંભ કરાવ્યો

મા અંબાના ધામ ખેડબ્રહ્માથી નારાયણ સરોવર તીર્થધામ ખાતે એસટી બસ નો શુભારંભ આજરોજ ખેડબ્રહ્મા એસટી ડેપો ખાતે સંત શ્રી પંકજ દાસજી મહારાજ અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ખરાડી અને કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશ પી પટેલ સાથે મોટી સંખ્યામાં નગરજનો અને કચ્છી પાટીદારો સાથે ઉપસ્થિત રહી ખેડબ્રહ્મા એટીઆઈ રાવલ સાહેબ અને એસટી ડેપોના કર્મચારીઓ ગણ સાથે કુમકુમ તિલક અને મીઠાઈ આપી બસનો શુભારંભ કરાવેલ હતો
આ બસ ખેડબ્રહ્માથી ઇડર વલાસણા વડનગર વિસનગર મહેસાણા ચાણસ્મા હારીજ રાધનપુર સાતલપુર આદિપુર અંજાર ભુજ નખત્રાણા માતાના મઢ થઈ નારાયણ સરોવર જશે આજરોજ આ વિસ્તારના પ્રજાજનોમાં આ એસટી બસ ચાલુ થવાથી ખૂબ જ આનંદ વ્યાપેલ છે અને પવિત્ર નારાયણ સરોવરની મુલાકાતના દર્શન કરવા અચૂક લાભ સાથે માતાના મઢ નો પણ લાભ મળશે
જેથી જનતા જનાર્દન માં ખૂબ જ આનંદ ની લાગણી પ્રસરી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 165940
Views Today : 