હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના પ્રોહીબિશન ના ગુનામાં નાસ્તા ફરતા ,7 આરોપી અને એક કિશોર ને સાબરકાંઠા SOG એ પકડી પાડીને મોટી સફળતા મળી
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી ડી.સી.પરમાર, પો.ઇન્સ., એસ.ઓ.જી., સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી. કે.યુ.ચૌધરી તથા પો.સ.ઇ.શ્રી. પી.એમ.ઝાલા તથા તેમની ટીમના કર્મચારીઓ વિગેરે સ્ટાફના માણસો અલગ-અલગ વાહનોમાં નાસતા ફરતા આરોપીઓ બાબતે તથા એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ તથા આ.હે.કોન્સ. હરપાલસિંહ જશવંતસિંહ નાઓને તેમના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકિક્ત મળેલ કે, હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૭૨૫૦૩૫૪/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ-૬૫, એ,ઇ, ૮૧,૮૩, મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ હિંમતનગર બાયપાસ રોડ વિજાપુર જતા રોડે ઉભા છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક સદરી બાતમી હકિક્તવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં સદરી બાતમી હકિક્તમાં જણાવેલ આરોપીઓને હિંમતનગર બાયપાસ રોડ વિજાપુર જતા રોડ ખાતેથી ડીટેઇન કરેલ છે.
પકડાયેલા આરોપીઓ
(૧) આશીષ રામેશ્વર તબીયાડ રહે. પાટીયા જુવારવા ફળો, તા. નયા ગાંવ જી. ઉદેપુર રાજસ્થાન
(૨) દિલીપકુમાર અશ્વિનભાઈ તબીયાર રહે. જુવારવા, ભોમટાવાડા તા. નયા ગાંવ જી. ઉદેપુર રાજસ્થાન
(૩) સિકંદરકુમાર બંસીલાલ પાંડોર રહે બોસલાટી, પાંડોર ફળીયુ તા. નયા ગાંવ જી. ઉદેપુર રાજસ્થાન
(૪) દીલીપકુમાર થાવરાજી ભીલ રહે. બલીચા તા. નયાગાંવ, જી. ઉદેપુર રાજસ્થાન
(૫) સચીન શાંતીલાલ ખરાડી (તબીયાડ) રહે. પાટીયા જુવારવા ફળો, તા. નયા ગાંવ જી. ઉદેપુર રાજસ્થાન
(૬) હિતેશ ઉર્ફે અંકુશ સ/ઓ નાથુભાઇ શકરાજી તબીયાડ રહે. પાટીયા જુવારવા ફળો, તા. નયા ગાંવ જી. ઉદેપુર રાજસ્થાન
(૭) અંકુશ રાજેશભાઇ જોષીયારા રહે. રેટડા તા. નયાગામ જી. ઉદેપુર
(૮) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
*બ્યુરો રીપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા*
*મો ન 9998340891*


