>
Wednesday, February 11, 2026

વડાલી પોલીસે દાંત્રોલી તળાવ પટમાં જુગારધામ પર દરોડો પાડ્યો:

વડાલી પોલીસે દાંત્રોલી તળાવ પટમાં જુગારધામ પર દરોડો પાડ્યો:

 

૫ શખ્સો ઝડપાયા, ₹26,920નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

 

વડાલી પોલીસે દાંત્રોલી તળાવના પટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ ₹26,920નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી હતી.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દાંત્રોલી તળાવના પટમાં કેટલીક વ્યક્તિઓ એકઠા થઈને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વ્યૂહાત્મક રીતે દરોડો પાડ્યો હતો.

પોલીસને આવતી જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સતર્ક પોલીસે કોર્ડન કરી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુભાષભાઈ બાબુભાઈ પરમાર (રહે. ઈડર) પાસેથી ₹8,600, ગીરીશભાઈ રેવાભાઈ પરમાર (રહે. ઈડર) પાસેથી ₹750, મનહરકુમાર રમણભાઈ પરમાર (રહે. ઈડર) પાસેથી ₹8,900, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ પરમાર (રહે. ઈડર) પાસેથી ₹3,650 અને મુકેશભાઈ ખેમાભાઈ પરમાર (રહે. લક્ષ્મીપુરા, ખેડબ્રહ્મા) પાસેથી ₹200 મળી આવ્યા હતા.

પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલા કુલ ₹22,100, દાવ પરથી મળેલા ₹820 અને ગંજીપત્તા સહિત કુલ ₹26,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડાલી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores